ભરૂચ: શીખ સમુદાય દ્વારા ગુરુ નાનકજીના જન્મ જયંતિ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે નગર કીર્તન યાત્રા યોજાઈ

લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા અને આ તહેવારને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.

New Update
  • ભરૂચમાં શીખ સમુદાય દ્વારા નગર કીર્તન યાત્રા યોજાઈ 

  • નબીપુરથી કસક ગુરુદ્વારા સુધી નગરકીર્તન યોજાઈ 

  • ગુરુ નાનક સાહેબના જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરાશે 

  • ગુરૂનાનક કીર્તન યાત્રાએ આકર્ષણ જમાવ્યું

  • રાજ્યભરના શીખ મંડળો જોડાયા

ભરૂચ નેશનલ હાઇવે લુવારા ગામ પાસેના ગુરુદ્વારાથી શીખ સમુદાય દ્વારા નગર કીર્તન યાત્રા યોજવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં શીખ ધર્મના લોકો જોડાયા હતા.
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ કારતક સુદ પૂનમના દિવસે થયો હતો,આગામી તારીખ 15 નવેમ્બરના રોજ કાર્તિકી પૂનમના પાવન અવસર નિમિત્તે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનકજીના જન્મજ્યંતિ પ્રસંગની ધર્મભીની ઉજવણી કરવામાં આવશે.શીખ ધર્મ માટે આ સૌથી પવિત્ર તહેવાર ગણવામાં આવે છે અને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.
આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ નેશનલ હાઇવેને અડીને આવેલ લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા.લુવારા ખાતેના ગુરુદ્વારા થી નીકળેલી નગર કીર્તન યાત્રા ઝાડેશ્વર થઈને શહેરના માર્ગો પર ફરી કસક ગુરુદ્વારા ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી,આ યાત્રામાં શીખ સમુદાય દ્વારા કીર્તન થકી ગુરુ નાનકજી સાહેબ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. 
#Connect Gujarat #Birth anniversary #Luwara village #શીખ સમુદાય #GuruDwara #ગુરુદ્વારા #ગુરુ નાનક #ગુરુ નાનક જન્મજયંતિ #નગર કીર્તન યાત્રા #Guru Nank Birth Anniversary
Here are a few more articles:
Read the Next Article