New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
અષાઢી બીજના રોજ આયોજન કરાયું
ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રા નિકળશે
વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે
ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું
ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચના ઇસ્કોન મંદિર-જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે.
અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે.યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને ઝાડેશ્વર માર્ગે પસાર થતી કે.જી.એમ સ્કૂલ ખાતે સમાપન પામશે.યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષરૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી.
Latest Stories