ભરૂચ : શકિતનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના આગેવાનોએ કરી શિવપુજા

દિવ્ય કાશી, ભવ્ય કાશી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનના લેવાયાં વધામણા શકિતનાથ મંદિર ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ રહયાં હાજર

ભરૂચ : શકિતનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના આગેવાનોએ કરી શિવપુજા
New Update

ઉત્તરપ્રદેશના કાશીમાં વિશ્વનાથ ધામના ઉદઘાટનના વધામણા લેવા ભરૂચમાં પણ વિવિધ શિવાલયો ખાતે ભાજપના આગેવાનોએ શિવજીની પુજા અર્ચના કરી હતી. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી પહેલાં લોકાર્પણો અને ઉદઘાટનોની વણથંભી વણઝાર ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ જાતે ઉત્તરપ્રદેશની કમાન સંભાળી છે. આજે સોમવારે તેઓ કાશી પહોંચ્યાં હતાં જયાં તેમણે 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. કાશીમાં વિશ્વનાથ ધામના લોકાર્પણના વધામણા લેવા ભાજપ તરફથી ફુલપ્રુફ આયોજન કરાયું હતું જેમાં દરેક શિવાલયો પર ભાજપના આગેવાનો અને કાર્યકરોને પુજન અર્ચન માટે મોકલી દેવાયાં હતાં. ભરૂચના શકિતનાથ મહાદેવ મંદિર ખાતે વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

#Bharuch #Connect Gujarat #BJP leader ##bjp4bharuch #Mahadev Temple #DivyaKashiBhavyaKashi #KashiVishwanath #KashiVishwanathDham #દિવ્ય કાશી #ભવ્ય કાશી #કાશી વિશ્વનાથ
Here are a few more articles:
Read the Next Article