ભરૂચ : આખું વર્ષ લાભ થાય તેવી આશા સાથે પાંચમના પર્વની ઉજવણી

ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી

New Update
Advertisment
  • દીવાળીના દિવસે દુકાનો કરાય હતી બંધ

  • લાભ-પાંચમથી દુકાનો ખોલવાની છે પરંપરા

  • વેપારીઓએ લાભપાંચમે કરી પુજા-અર્ચના

  • લાભ પાંચમની ઉત્સાહભેર ઉજવણી

  • વેપાર રોજગારના કર્યા શ્રી ગણેશ

ભરૂચ અને અંકલેશ્વરમાં દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભપાંચમના દિવસથી ફરી ખુલ્યા હતા દિવાળીના તહેવારોમાં દુકાનો બંધ રાખ્યાં બાદ ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે.
બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી હતી. હીંદુ સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ દીવાળીના દિવસે દુકાનો બંધ કરી દેવામાં આવે છે.
અને લાભપાંચમના દિવસે ફરીથી ખોલવામાં આવે છે. આજના દિવસે વ્યવસાય અને જીવનમાં શુભ લાભ મળવાની માન્યતા છે.દિવાળી બાદ આવનારી લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવામાં આવે છે. લાભ પાંચમ મોટાભાગે ગુજરાતમાં ઉજવાય આવે છે. લાભપાંચમ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ થાય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.
Latest Stories