ભરૂચ: પાવન સલીલા માં નર્મદાની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણકાર્ય શરૂ

નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને  માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

New Update

ભરૂચમાં ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન

પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

નર્મદા નદીમાંથી માટી લાવી પ્રતિમાનું નિર્માણ કરાયુ

પર્યાવરણના જતન માટે માટીની પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરાયુ

ગણેશ આયોજકોને માટીની પ્રતિમાનું સ્થાપન કરવા અનુરોધ

ભરૂચમાં પર્યાવરણના જતનના હેતુસર પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા પાવન સલીલા માં નર્મદાની માટીનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે ભરૂચ જીલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણના જતનનું ખાસ ધ્યાન આપવામાં આવે છે.
જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચળ જીવોને નુકશાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રાવણ ચોકડી નજીક ધામા નાંખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચના શ્રીજી આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકશાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય અને નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને  માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
#idols of Shriji #Bharuch News #Narmada River #શ્રીજીની પ્રતિમા #Shriji Statue #Ganesh Chaturthi
Here are a few more articles:
Read the Next Article