ભરૂચ: મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી આસ્થાની ડૂબકી

મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે

New Update
  • આજરરોજ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ

  • મૌની અમાવસ્યા નિમિત્તે નદીઓમાં સ્નાનનું મહત્વ

  • મહાકુંભમાં અમૃત સ્નાન યોજાયું

  • ભરૂચમાં ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી ડૂબકી

  • નર્મદા નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

Advertisment
આજરોજ મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં અમૃત સ્નાન યોજયુ હતું ત્યારે ભરૂચમાં ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે.
આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે ભક્તોએ સ્નાન કર્યું હતું.
મૌની અમાસના દિવસે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સેંકડો ભક્તોએ અમૃત સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું ત્યારે જે લોકો મહાકુંભમાં નથી જઈ શક્યા તેઓએ પાવન સલીલા માં નર્મદામાં સ્નાન કર્યું હતું.મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. 
Advertisment
આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે, ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે.
Latest Stories