ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!

જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,

New Update
ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું, ત્યારે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અહી મોટી સંખ્યામાં ભક્તજનોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દરિયાકાંઠે શિવાલયોની હારમાળા આવેલી છે.

અહી દરેક શિવ મંદિરની આગવી વિશેષતા છે. દરિયા કિનારાના ગામડાઓના ઐતિહાસિક શિવલિંગના દર્શન કરવા એ એક લ્હાવો છે. જંબુસર તાલુકાના રૂનાડ ગામે વગડામાં સ્થાપીત આ શિવ મંદિરે શાંત અને દર્શનીય વાતાવરણમાં ઘડીભર રોકાવાની મનને ઈચ્છા થાય છે. ઐતિહાસિક કહી શકાય તેવા આ શિવલિંગને જોતા જ મનને રોમાંચિત આનંદ થાય છે. અહી ભક્તોના ટોળેટોળા ઉમટી પડે છે. આ પાવન ભૂમિમાં પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, અને માતા કુંતાએ યજ્ઞ કર્યા બાદ જ્યેષ્ઠ પુત્ર કરણેશ્વર મહાદેવ આપેલ છે. પાંડવોના વનવાસ દરમિયાન વિહાર કરતાં કરતાં આ કપિલ ક્ષેત્રના કંકાવટી વનમાં આવી પહોંચે છે.

અહીંયા ગૌતમ ઋષિને મળી તેમની પાસેથી શિવ મહામંત્ર મેળવે છે. પાંડવો આ મહામંત્રનો જાપ કરે છે. અને તેમની પૂજાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ દર્શન આપી મનોકામના પૂર્ણ કરી વરદાન આપે છે. જોકે, શિવલિંગનું નામ આપવાની વાત આવે છે, તે સમયે માતા કુંતા સહિત બધા નક્કી કરે છે કે, જેના જીવનમાં ધર્મ અને સત્ય હોય, જેણે જપ અને તપ કર્યા હોય, જેને મહાદાન કર્યું હોય, તેના નામ પરથી શિવલિંગનું નામ પડશે. માતા કુંતાના પુત્રોમાં પ્રથમ યુધિષ્ઠિરનું નામ આવે પરંતુ તે ધર્મથી પણ મહાધમિઁ રાજા થઈ ગયો છે, અને કુંતી પુત્ર રાજા કર્ણ સત્ય-ધર્મ અને મહાદાનેશ્વરી કહેવાય અને તેના જેવો દાનેશ્વરી કોઈ થયું નથી અને થશે પણ નહીં, તેથી માતા કુંતાએ આ શિવલિંગનું નામ કર્ણેશ્વર મહાદેવ રાખેલ હતું.

આ શિવલિંગની તેજસ્વીતા અને ચમત્કારીકા અનેરી છે, અને તેના દર્શન માત્રથી ભક્ત જનોની ઈચ્છા એટલે કે, મનોકામના પૂર્ણ થાય છે. અહીં શિવલિંગના દર્શન, તપ, જપ તથા દાન પુણ્યથી માનસિક શાંતિ, સમૃદ્ધિ તથા પુત્ર પ્રાપ્તિનું પુણ્ય મળે છે તેમ મનાય છે, ત્યારે રૂનાડ ગામની પવિત્ર ભૂમિ પર આવેલ કર્ણેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Latest Stories