Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : કુરાલ ગામમાં આવેલું છે પૌરાણિક જીનાલય, જૈન શ્રાવકે યોજી વિશેષ પુજા

ભરૂચ જિલ્લાના જંબુસર પાસે આવેલાં પૌરાણિક જીનાલય ખાતે 17 ભેદી પુજા અને 18 અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના જંબુસર પાસે આવેલાં પૌરાણિક જીનાલય ખાતે 17 ભેદી પુજા અને 18 અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જંબુસર પાદરા રોડ પર કુરાલ ગામમા આવેલું જૈન મંદિર શિલ્પશાસ્ત્રના અજોડ અભ્યાસી આચાર્ય જયસિંહ સુરીશ્વરજી મહારાજની સ્વર્ગવાસ ભૂમિ છે. તેમની સમાધિ સ્થળે પગલાં છે ત્યાં વર્ષો પહેલાં એક શ્રાવક દીવો પ્રગટાવે અગરબત્તી કરે ત્રણ નવકારના સ્મરણ કરે એટલે નાગરાજ બહાર આવે ત્યારબાદ કેસરનાં છાંટણા કરે એટલે અદ્રશ્ય થાય તેવી વાયકા છે. વિજય વલ્લભ સ્મારકમાં પ્રભુ પ્રતિષ્ઠિત થયાં છે. ભારતભરમાં મૂળનાયક શ્રેયાંસનાથ ભગવાનના જિનાલય તેમની જન્મભૂમિ તથા ખંભાત અને કુરાલ ખાતે છે જ્યાં ધર્મનાથ દાદા, શંખેશ્વર પાર્શ્વનાથ,વાસુપૂજ્ય સ્વામી આદેશ્વરદાદાને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જૈન શાસનમાં ભગવાનની અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવે છે વિવિધ દ્રવ્યો સહિત પૂજા કરવામાં આવે છે. આજ રોજ મુંબઈના ભૂપેશભાઇ રાઠોડ દ્વારા સત્તરભેદી પૂજા તથા અઢાર વિવિધ પ્રકારના અભિષેક સહિતની પૂજા પોતાના પરિવાર મિત્રમંડળ સહિત કરવામાં આવી હતી.

Next Story