ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

New Update
ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના 27માં પાટોત્સવ નિમિત્તે સભા, આરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સ્વામિનારાયણ ભગવાને અનેક લીલા ચરિત્રો કર્યા તેમજ પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા હતા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે માટે અનેક કાર્યો કર્યા હતા. આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી હતી.

આ હેતુસર યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામી મહારાજે ભરૂચના નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 26 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ અવસરે વિવિધ કાર્યક્રમો સાથે હજારો હરિભક્તો ઉપસ્થીતમાં ભક્તિમય માહોલમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભકતોની આસ્થા અને શ્રદ્ધાનું અનેરું કેન્દ્ર છે.

મંદિર એ સાંસ્કૃતિક સંકુલ રહેલું છે. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક સહિત ધાર્મિક પ્રવૃતિઓનું કેન્દ્ર છે. જેમાં પ.પૂ.દાસ સ્વામી, પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી, પ.પૂ. હરિપ્રકશ સ્વામી, પ.પૂ.આનંદસ્વરૂપ સ્વામી, પ.પૂ. યોગીસ્વરૂપ સ્વામી, પ.પૂ.સ્તુતિપ્રકાશ સ્વામી તેમજ નવ દીક્ષિત સંતો તેમજ 151 જેટલા વિવિધ સંપ્રદયોના સાધુ-સંતો, મહંતોની વિશેષ ઉપસ્થિતમાં 27મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

Latest Stories