-
તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિરનું અનોખુ માહત્મ્ય
-
ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો મહિમા
-
મહાશિવરાત્રીના પાવન અવસરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
-
વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી કાતર જોવા મળી
-
નર્મદા સ્નાન બાદ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય થયા
ભરૂચ તાલુકાના તવરા ગામે ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે આજરોજ મહાશિવરાત્રીના પાવન અવસરે શિવભક્તોની લાંબી કાતર જોવા મળી હતી.
ભરૂચ તાલુકાના તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિરે ખાતે આજરોજ મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી જ દર્શન માટે શિવભક્તોની લાંબી કાતર લાગી હતી. ચિંતનાથ મહાદેવ મંદિર કપિલ મુનિ દ્વારા હજારો વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને પૌરાણિક ચિંતનાથ મહાદેવ મંદિરમાં કપિલ મુનિ દ્વારા 7 લિંગની સ્થાપના કરવામાં આવી હતી.
એટલે જ ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે આજે મહાશિવરાત્રીએ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં પ્રથમ નર્મદા સ્નાન કર્યા બાદ ચિંતાનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અહીં તવરા ગામ જ નહીં પણ જિલ્લાભરમાંથી લોકો ચિંતાનાથ મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે.