Connect Gujarat
ધર્મ દર્શન 

શારદીય નવરાત્રીએ આ મુહૂર્તમાં કરો ધટસ્થાપના, જાણો કેવી રીતે કરશો કળશ સ્થાપનાની પૂજા.....

નવરાત્રિમાં માતા દુર્ગા વિવિધ વાહન ઉપર સવાર થઈને આવે છે, જેનું શુભ-અશુભ ફળ પણ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે

શારદીય નવરાત્રીએ આ મુહૂર્તમાં કરો ધટસ્થાપના, જાણો કેવી રીતે કરશો કળશ સ્થાપનાની પૂજા.....
X

કાલથી એટલે કે 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમયે કળશ સ્થાપનની સાથે માતાજીની ભક્તિની આરાધના શરૂ કરાઇ છે. સૌ કોઈ નાના મોટા માતાજીનાં રંગે રંગાઈ જાય છે. ત્યારે આ દિવસે કળશની સ્થાપનનું વિશેષ મહત્વ હોય છે અને સાથે સાથે તમે શુભ મુહૂર્તમાં પૂજા અને કળશની સ્થાપના કરો એ પણ જરૂરી છે, આ સાથે જ અખંડ જ્યોત અને જવારા એટલે અનાજ વાવવાની પરંપરા છે.

જાણો શું છે શુભ મુહૂર્ત

આ કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અર્ધ પહેરો હોવાના કારણે 11:45 સુધી રહે છે. તેના બાદ 3 કલાક સુધી કોઈ સારું મુહૂર્ત નથી. આ પછી 1:45 બાદ ફરી કળશ સ્થાપના કરી શકાશે.

કેવી રીતે કરશો કળશ સ્થાપના

કળશ સ્થાપના કરતાં પહેલા જ્યાં કળશ સ્થાપના કરવાની હોય અને દેવી માટે બાજોટ રાખવાનું હોય એ જગ્યા પર રવિવારના રોજ ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવું. દેવી આરાધનાના નવ જરૂરી ભાગ હોય છે. જેમાં કળશ સ્થાપના, દેવીનું બાજોટ તૈયાર કરવું, પૂજા કરવી અને અખંડ દીવો પ્રગટાવવો, દુર્ગા સપ્તશતી પાઠ, વ્રત-ઉપવાસ, હવન, કન્યાપૂજન, બ્રાહ્મણ ભોજન અને છેલ્લે ક્ષમાપ્રાર્થના હોય છે.

દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજામાં વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. એના માટે ગાયનું ઘી, ખાંડ, મધ, તલ, ગોળ, સફરજન, દાડમ, કેળું, નાશપતિ, દ્રાક્ષ, ચીકૂ, જામફળ અને નારિયેળ ખરીદવાં જોઈએ. દેવીના 16 શ્રૃંગાર જેમાં સિંદૂર, ચાંલ્લો, ટીકો, ઝૂમકા, નથ, કાજળ, મંગળસૂત્ર, લાલ ચૂંદડી, અત્તર, મહેંદી, બાજુબંધ, ચૂડી, હાથફૂલ, કમરબંધ, ઝાંઝર અને વીંછિયા ખરીદવા જોઈએ.

આ વખતે દેવી માતા હાથી ઉપર સવાર થઈને આવશે, આ વખતે નવરાત્રિનો પહેલો દિવસ રવિવાર અને છેલ્લો દિવસ સોમવારે રહેશે. આ કારણે દેવી હાથી ઉપર સવાર થઈને આવશે અને વિદાય પણ હાથી ઉપર થશે. જોકે દેવીનું વાહન સિંહ છે, પરંતુ નવરાત્રિમાં માતા દુર્ગા વિવિધ વાહન ઉપર સવાર થઈને આવે છે, જેનું શુભ-અશુભ ફળ પણ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

ત્રણેય દેવોની શક્તિ કળશમાં હોય છે જ્યારે પૂજામાં કળશની સ્થાપના થાય છે, ત્યારે માનવામાં આવે છે કે ત્રિદેવ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. આ સાથે તમામ તીર્થસ્થાનો અને તમામ પવિત્ર નદીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બધાં શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું વિધાન છે. ગૃહ-પ્રવેશ, ગૃહ-નિર્માણ, લગ્ન પૂજા, ધાર્મિક વિધિઓ વગેરેમાં કળશની સ્થાપના થાય છે.

કેવી રીતે કળશ બનાવવામાં આવે છે? પૂજામાં સોના, ચાંદી, માટી અને તાંબાના કળશ રાખી શકાય છે. ધ્યાન રહે કે, પૂજામાં લોખંડનો કળશ રાખવો નહીં. લાલ કાપડ, નાળિયેર, આંબાના પાન અને લાલ દોરાની મદદથી કલશ તૈયાર કરવામાં આવે છે

Next Story