સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. 

New Update
  • એસ.પી.ડાયમંડમાં 23.45 લાખની થઈ હતી ચોરી

  • રફ હીરાની ચોરી કરી ચોર થયા હતા ફરાર

  • ઓફિસના ટેબલમાંથી ચોરોએ કરી હતી ચોરી

  • પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપી ઝડપાયા

  • પોલીસે 23.45 લાખનો મુદ્દામાલ પણ કર્યો જપ્ત

સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. 

સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સેન્ટ પાર્કમાં રહેતા પરેશ ચીનુભાઈ ઝવેરી કતારગામમાં હીરાનું કારખાનાનું ચલાવે છે.15મી જુને રવિવારની રજા હોવાથી તેઓ કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે મહિલા સફાઈ માટે કારખાને ગઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી. આથી તેઓએ માલિકને ચોરી અંગે જાણ કરી હતી.

ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં ચોરો કારખાનામાં 16મી તારીખે બે થી અઢી વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક નકલી ચાવીથી કે પછી અન્ય કોઈ રીતે ખોલી ઓફિસમાં ટેબલના ડ્રોઅરના લોક ખોલી તેમાંથી રફ હીરા અલગ અલગ કેરેટના મળી 23.45 લાખના ચોરી કરી હતી. ચોરીમાં કતારગામ પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી દબોચી લીધા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.