Connect Gujarat
ધર્મ દર્શન 

ગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા લાગ્યા.

X

શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા લાગ્યા. આજે લોકોએ ભગવાન સોમનાથના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી.

સોમનાથ તીર્થમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે વરસાદે વિરામ લેતા ભારે ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. વહેલી સવારથી લોકો કતારમાં ઊભા રહી ફૂલો, બીલીપત્રો હાથમાં રાખી અને હર હર મહાદેવનો નાદ કરતા ભગવાન સોમનાથના દર્શનની પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા.

સોમનાથ તીર્થધામ પહોચેલા ભાવિકોએ આજે ભગવાન સોમનાથ પાસે પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વ વહેલી તકે સંપૂર્ણપણે કોરોના મહામારીમાંથી મુક્ત થાય સાથે સાથે પશુઓમાં આવેલા લમ્પી વાયરસના કારણે અનેક ગૌમાતા મોતને ભેટી છે, તે વાઇરસને પણ ભગવાન સોમનાથ નાબૂદ કરે તેવી પ્રાર્થના કરી હતી.આજે સોમનાથમાં આવનાર ભાવિકોએ પ્રાતઃ આરતીમાં ભાગ લઈ ખૂબ જ ધન્યતાની સાથે વિશ્વભરના ભાવિકોને એકવાર અચૂક શ્રાવણ માસમાં સોમનાથ આવવા આહવાન કર્યું હતું. તો સાથે સાથે સોમનાથ તીર્થની સુવિધા રહેવા જમવા સહિત રસ્તાઓ અને તીર્થની સ્વચ્છતાના વખાણ કર્યા હતા.

Next Story