Connect Gujarat
ધર્મ દર્શન 

ગુરુપૂર્ણિમાએ આત્માની ઉન્નતિ કરાવનાર ગુરુને વંદન!

આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ

X

ગુરુ જ્ઞાનમાં ચંદ્રમા છે.'ગુ' એટલે અંધકારને 'રુ' એટલે નાશ કરનાર. જીવનના અંધકારને દૂર કરી માનવ મૂલ્યોની માવજતની કેડી તરફ લઈ જાય તે ગુરુ. ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જાય તેવા માર્ગ દર્શક ગુરુ વંદનીય છે. ગુરુ યોગ્ય માર્ગદર્શન આપી શિષ્યનું કલ્યાણ કરે છે. ગુરુને એટલે જ ગોવિંદથી ચઢિયાતા માન્યા છે. ગોવિંદ ન ઓળખ ગુરુ જ આપી શકે. આધ્યાત્મની અનુભૂતિ ગુરુ વિના શક્ય નથી. ગુરુ પૂર્ણિમા આવી સૂક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ છે. શિષ્યની દિવ્યતા, ગૌરવ, ગરિમા અને ભવ્યતાના દર્શન કરાવે તે જ સદગુરુ. ગુરુ ભગવાન અને ભક્ત વચ્ચે માધ્યમરૂપ બને છે.

પુષ્ટિ માર્ગના સમર્થ આચાર્ય શ્રી વલ્લભાચાર્યે ૨૫૨ વૈષ્ણવો દ્વારા ગુરુનું સામર્થ્ય બતાવ્યું છે. અજ્ઞાન દૂર કરીને ગુરુ પ્રકાશ પાથરવાનું કાર્ય કરે છે. સત્યનો માર્ગ ગુરુ બતાવે છે. ગુરુ પૂર્ણિમા અધ્યાત્મ જ્ઞાન મેળવવાનો પવિત્ર દિવસ છે. ગુરુ પૂર્ણિમા અધ્યાત્મની અનુભૂતિનો દિવસ છે. ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું કામ કરે છે. ગુરુ શાશ્વત ખિલેલુ ફુલ છે એ કરમાતું નથી. તેની સુગંધ શાશ્વત છે.

ભારતની સૌથી કોઈ મોટી ભેટ હોય તો ગુરુ શિષ્ય પરંપરા છે. માતા પિતા મોટા કરે પણ ગુરુ જ જીવનનો સાચો રસ્તો આપે. ગુરુનાં દર્શન, કરુણા પ્રગટાવે. ગુરુ અને ઈશ્વરમાં એકતા છે. ગુરુ એ મોક્ષનું પ્રવેશદ્વાર છે. ગુરુ એટલે સત્ ચિત્ અને આનંદનું સ્વરૃપ ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ સાંદીપનીને ચરણે ગયા હતા. દત્તાત્રયે ૨૪ ગુરુ બનાવ્યા હતા. જે શાંતિ પમાડે તે સદગુરુ. વિવેકાનંદ જણાવે છે કે 'જ્યાં સુધી ઈશ્વરને પામવાની ઈચ્છા થતી નથી ત્યાં સુધી ગુરુને મેળવવાની જિજ્ઞાસા જાગૃત નથી થતી.

Next Story