Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.

ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.
X

ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે. આ સમયે અનેક પ્રસાદ અને અનેક એવી માન્યતાઓ છે જે રથયાત્રાના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે. તો જાણો ખાસ ગણાતા કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદીના વિશેષ મહત્વ વિષે.

· કાળી રોટી અને ધોળી દાળ શું છે?

કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક. આજે પણ ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમણે આ ખાસ પ્રસાદી આપવામાં આવે છે. રથ યાત્રાની તૈયારીઓને લઈને પણ ભકતોમાં ભીડ જોવા મળે છે. આ સમયે મંદિરે આવતા દરેક ભક્તો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આરોગે છે. આ સિવાય ભક્તોને ઘરે લઈ જવા માટે માલપુઆ, બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ પણ આપવામાં આવે છે.

· શું મહત્વ છે આ કાળી રોટી અને ધોળી દાળનું...

દર વર્ષે રથયાત્રાના પવન પર્વે આ પ્રસાદી આપવામાં આવે છે અને આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને સાત્વિક ભોજન કરાવવાનો હતો.

માન્યતા અનુસાર અહી ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠામાં ભક્તો ચાલીને દૂર દૂરથી અહિયા આવ્યા હતા અને નરસિંહદાસજીને એ મંજૂર ના હતું કે કોઈ પણ અહીથી ભૂખ્યું જાય. તે માટે તેઓએ રસોયાઓને આદેશ આપ્યો કે કોઈ ભક્ત ભૂખ્યો ના જવો જોઈએ. બસ આ જ આદેશનું પાલન કરવા રસોયાઓએ માલપુઆ, બુંદી અને ગાંઠિયા બનાવી દીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી આવે છે. કોઈ ભક્ત અહીથી ભૂખ્યો જતો નથી. આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય અનુભવે છે.

Next Story