/connect-gujarat/media/media_files/2025/02/26/pPQVeYWIiOrc8UMrGeW5.jpg)
આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે, આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે, અને આજે મહાશિવરાત્રી પણ છે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ જ કારણોસર આજે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી છે.25મી તારીખ સુધી 64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો.
મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.સાથે જ સવારથી 41 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું છે.
આ ઉપરાંત મહાકુમ્ભ બાદ મહાશિવરાત્રીના શુભ અવસર પર કાશી વિશ્વનાથ મંદિરમાં સંતો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.અને સાધુ સંતોનો મેળાવડો જામ્યો હતો.
પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ વિદેશથી અગણિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા,આ 45 દિવસના મહાકુંભમાં શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના દર્શનનો લ્હાવો પણ લીધો હતો.મહાકુંભમાં વિદેશીઓ પણ સનાતન ધર્મના રંગે રંગાઈ ગયા હતા.અને અલૌકિક આંનદની અનુભૂતિ તેઓએ કરી હતી.
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,મુકેશ અંબાણી અને તેમનો પરિવાર,અદાણી સહિત ફિલ્મી સિતારા તેમજ અનેક અગ્રણીઓએ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.