રામ કી પૌડી 25 લાખ દીવાઓથી પ્રકાશિત, નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

અયોધ્યામાં દીપોત્સવમાં આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

New Update
ayodhya 01

રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

અયોધ્યામાં આજે રોશનીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ફરી એકવાર નવો રેકોર્ડ સર્જાયો હતો. આ વખતે એક નહીં પરંતુ બે રેકોર્ડ બન્યા છે. એક તરફ રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ સરયૂના કિનારે 1100 અર્ચકોએ આરતી કરી હતી.

આ દરમિયાન રામની પડીડીના દર્શન કરીને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા. દીપોત્સવ કાર્યક્રમમાં યુપીના ગવર્નર આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને યુપીના બંને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહ્યા હતા.

Latest Stories