પ્રયાગરાજ : મહાકુંભમાં અંકલેશ્વરના શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક

કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી

New Update
  • શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાનો પ્રયાગરાજમાં સેવાયજ્ઞ 

  • કનેક્ટ ગુજરાતની ટીમ બની આ સેવાકીય પ્રવૃત્તિની સાક્ષી 

  • પ્રયાગરાજમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાએ મેળવી ખાસ ઓળખ 

  • 400થી 500 લી.દૂધમાંથી બને છે ભક્તો માટે કાઠિયાવાડી ચ્હા

  • રાત્રે ભજનકીર્તન અને ગરબાની જામે છે રમઝટ  

ઉત્તર પ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજમહાકુંભ મેળામાં માઁગંગાજીના પાવન જળમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે જનસેલાબ ઉમટી રહ્યો છે,ત્યારે શ્રદ્ધાળુઓની આ શ્રદ્ધામાં સાધુ સંતોએપણ સેવાની સોડમ પ્રસરાવી છે.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા પણ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત વિસામો બની ગયું છે.અને આ અવસરની કનેક્ટ ગુજરાતની ટીમ પણ સાક્ષી બની છે.

અંકલેશ્વરની પવિત્ર તીર્થભૂમિશ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર1008 શ્રી મહંત શ્રી ગંગાદાસજી બાપુ સહિત સાધુ સંતો દ્વારા મહાકુંભમાં સેવાની ધૂણીધખાવી છે.શ્રી ગંગાદાસજીબાપુ દ્વારા સતત આ9માં વર્ષે મહાકુંભમાં સેવામય કાર્ય થકી શ્રદ્ધાળુઓ માટે રોટલો અને ઓટલાનીસુચારુ વ્યવસ્થા ઉભી કરી છે.સાથે સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો પણ શ્રદ્ધાળુઓ લ્હાવો લઇ રહ્યા છે,અને વિશેષ મશીન દ્વારા લાડુ પણ બનાવવામાં આવી રહ્યા છે.

તીર્થરાજ પ્રયાગરાજમહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં ગંગાદાસજીબાપુના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓને રહેવા,જમવા સહિતની સુવિધાઓ નિઃશુલ્ક મળી રહી છે,જેમાં રોજના અંદાજીત400 થી500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચ્હાની ચુસ્કીકડકડતી ઠંડીમાં શ્રદ્ધાળુઓ માટે એક હૂંફ પુરી પડી રહી છે,અંદાજે રોજના40 હજારના  ખર્ચે આ ચ્હાનોસ્વાદ માણી રહ્યાછે.આ ચ્હા પણ ખાસ સુરતથી પ્રયાગરાજ સુધી લઇ જવામાં આવી છે.

અને મહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા ચ્હાની સેવાએ પણ ખાસ કાઠિયાવાડી ચ્હાથી ખુબ જ પ્રખ્યાત બન્યા છે.વધુમાં બાપુની આ સેવામાં સુરતના સેવાભાવી લોકો પણ જોડાયા છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમનોપરિવાર પણશ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં મહેમાન બન્યોછે.અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે.

શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં રોકાતા અને ખાસ ગુજરાતથીપ્રયાગરાજ મહાકુંભમાંદર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ રાત્રે ભોજન પ્રસાદી બાદ ભજનકીર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે,હાડ થીજાવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓને શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાંમળેલી સેવાની હૂંફ શ્રદ્ધાળુઓ માટે સંજીવનીરૂપસાબિત થઇ છે.

દિવસ દરમિયાનની સેવાની સુરાવલી પ્રસરાવ્યા બાદ પ્રયાગરાજની ભૂમિ પણ રાત્રે ગુજરાતના ગરબાની રમઝટથી ખીલી ઉઠે છે,અને અન્ય પંડાલોના મહામંડલેશ્વર સાધુ સંતો પણ આ ક્ષણે ઉપસ્થિત રહીને શ્રી ગંગાદાસબાપુના સેવાતપને બિરદાવી રહ્યા છે. 

ગુજરાતનાભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરીનીભૂમિ અંકલેશ્વર ખાતેથી ડિજિટલ તેમજ કેબલ ટીવી નેટવર્ક થકી પ્રસારિત થતી કનેક્ટગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએરસપ્રદ વાતચીત કરી હતી.

અને અમારા સંવાદદાતા યોગેશ પારિક સાથે વાતચીત દરમિયાન બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હાલમાં આખું વિશ્વ કુંભમાં સમાયુ છે.ત્યારે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં યાત્રી કોઈપણ આવે અને જો ગુજરાતનાયાત્રી હોય તો વિશેષ આનંદ અને ખુશી થાય છે.અહીંયા રોટલો અને ઓટલો બધાને જ મળે છે,તેમજ ખાસ વિશેષતાએ છે કે માઁ ગંગા મૈયાની ગોદમાં ગરબાની રમઝટ પણ જામે છે.

વધુમાં તેઓએ ઘરેથી મંદિર ધર્મને નહીં પરંતુ મંદિરથી ઘર સુધી ધર્મને લઈને આવવા પર ભાર મૂક્યો હતો.અને આપણા વૈદિક સનાતન ધર્મને છોડશો નહીં જો છોડશો તો કોઈ અપનાવશે પણ નહીં.આ યાદગાર મુલાકાત દરમિયાન બાપુએ સાધુને હંમેશા મોજી રહેવા માટે અને પત્રકારોને ખોજી રહેવા માટેનો ઉપદેશ આપ્યો હતો.

Read the Next Article

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટના વકીલનું મોટું નિવેદન

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

New Update
jail

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોર્ટ આપમેળે તેની નોંધ લઈ શકે છે અને પછી આ અંગે પોલીસને સૂચના પણ આપી શકે છે.
આ અંગે કાર્યવાહી થવી જોઈએ, તેની તપાસ થવી જોઈએ અને FIR નોંધવી જોઈએ. કથાકાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ગેરકાયદેસર છે. વાર્તાકાર સામે કાર્યવાહી થવી જોઈએ. વાર્તાકારે જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે. તે ગુનાની શ્રેણીમાં આવે છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરવી જોઈએ અને FIR દાખલ કરવી જોઈએ. પોલીસે આ કેસમાં સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ અને કોઈપણ રાજકીય દબાણ વિના FIR દાખલ કરવી જોઈએ.
બીજી તરફ, વાર્તાકાર અનિરુદ્ધાચાર્યે મહિલાઓ પરના પોતાના નિવેદન બદલ માફી માંગી છે. તેમનું કહેવું છે કે જો મહિલાઓને તેમના નિવેદનથી ખરાબ લાગ્યું હોય તો તેઓ માફી માંગે છે.
important statement | Supreme Court | Supreme Court News | lawyer | Aniruddhacharya