Connect Gujarat
ધર્મ દર્શન 

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશેષ સુવિધા ઊભી કરાય

શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે

X

શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે

સોમનાથ તીર્થમાં શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારે ભાવિકો ઓછા હતા પણ ધીમે ધીમે ભાવિકોનો પ્રવાહ સતત વધી રહ્યો હતો તો શ્રાવણને લઈ અને સોમનાથ મંદિરમાં અનેકવિધ વિશેષ સુવિધાઓ પણ ભાવિકો માટે ઊભી કરાઈ છે ભાવિકો મંદિર સુધી ક્યાંય પણ અવરોધ વગર પહોંચી શકે તે માટે બેરીકેટ સાથે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરી છે અહીં બુટ ચપ્પલથી લઈ સામાન મોબાઇલ સહિતની તમામ વસ્તુઓ નિશુલ્ક સાચવવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે.સુરક્ષાની દ્રષ્ટિએ સોમનાથ મંદિર ઝેડ કેટેગરીમાં આવતું હોય જેને લઇ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે ભાવિકો દેશ વિદેશથી આવતા હોય તેને યોગ્ય અને પૂરું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દર્શને આવતા પરિવારો પરેશાન ન થાય તે માટે તેમને સૂચનાઓ તેમજ માર્ગદર્શન સતત માઈક પરથી અપાઈ રહ્યું છે આજે સોમનાથ પહોંચેલા ભાવિકોએ ભગવાન સોમનાથ પાસે સમગ્ર વિશ્વની કલ્યાણની મનોકામના તેમજ હિમાચલ અને ઉત્તરાખંડમાં ચાલી રહેલા પૂર પ્રકોપ અને વિશ્વના અનેક સંકટો માંથી સોમનાથ મહાદેવ સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story