સુરેન્દ્રનગર : સર્પની જનોઈ ધારણ કરેલ એકમાત્ર ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ, ચોથના દિવસે દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા

ભારતભરમાં માત્ર 2 જ સ્થળે બિરાજમાન એકદંતા ગણેશ ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ મંદિરનો રહ્યો અનેરો મહિમા

સુરેન્દ્રનગર : સર્પની જનોઈ ધારણ કરેલ એકમાત્ર ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ, ચોથના દિવસે દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા
New Update

આજે વૈશાખ સુદ ચોથના દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ગજાનન ગણપતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ એકદંતા ગણપતિ મંદિરનો વિશેષ મહિમા છે. આ મંદિરમાં ગણપતિ દાદાની જે મુર્તિ છે, તે ભારતભરમાં માત્ર 2 જ સ્થળે છે. એક મુર્તિ ધ્રાંગધ્રામાં છે, અને બીજી મુર્તિ દક્ષિણ ભારતમાં છે. ધ્રાંગધ્રાના ગણપતિ દાદાની વાત કરીએ તો, સીધી સૂંઢવાળા અને એકદંત ગણેશ છે. એટલું જ નહીં ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજમાન છે. અહી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવી ગણપતિ દાદાને ગોળ-લાડુનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે.

ધ્રાંગધ્રાના રણમલસિંહજીએ આશરે 200 વર્ષ અગાઉ એકદંતા ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીના ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ વિશાળ પ્રતિમા છે. આ સ્થળ પર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજના હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. ચોથના દિવસે અહી શ્રદ્ધાળુઓ માટે હવન-પૂજન, બાધા વિધી, મહાપ્રસાદી સહિત મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.

#Connect Gujarat #Surendranagar #Dhrangadhra #સુરેન્દ્રનગર #Ganesh Chaturthi #શ્રદ્ધાળુ #Ganapati #એકદંતા ગણપતિ
Here are a few more articles:
Read the Next Article