/connect-gujarat/media/post_banners/0baceddfd52842ffd951070d23b5750e8f2f7616a3c191230f3b9228ff2d2923.jpg)
ભરૂચ અને અંકલેશ્વરમાં 5 દિવસ માટે સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભક્તો ભાવવિભોર બન્યા હતા કોરોના મહામારીના સમય બાદ બે વર્ષ પછી આ વર્ષે સામૂહિક શ્રીજી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું છે ત્યારે ભકતજનોમાં અનોખો ઉત્સાહ જણાઈ રહયો હતો.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં 5 દીવસ માટે સ્થાપિત કરવામાં આવેલ શ્રીજીને ભક્તજનોએ ભાવભીની વિદાય આપી હતી.
અભિનવ એવન્યું ઝાડેશ્વર ચોકડી ખાતે રહેતા શ્રીજીના ભકતોએ અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને વિદાય આપી હતી.ભકતોએ માર્ગમાં ગરબાની રમઝટ પણ બોલાવી હતી અને લાગણીસભર વાતવરણમાં નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું તો આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં પણ 5 દિવસ માટે સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ESIC હોસ્પિટલ નજીક બનાવાયેલ કુત્રિમ કુંડમાં દુંદાળાદેવની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું