Connect Gujarat
ધર્મ દર્શન 

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ

હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ
X

હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે. આ વ્રત આજે એટલે કે 15 મે 2023, સોમવારે આવતું હોવાથી ભગવાન વિષ્ણુની આરાધના અને ઉપવાસ કરવામાં આવે છે. અને સાથે શિવજી અને ચંદ્રદેવનો અભિષેક કરવામાં આવે છે. આજે ભગવાન સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જે વૃષભ સંક્રાંતિ તરીકે ઓળખાય છે.

અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અક્ષય પુણ્ય મળે છે. બીજી તરફ સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને કુંડળીમાં સૂર્યનું વર્ચસ્વ રહે છે જેના કારણે જાતકને લાભ થાય છે. તો ચાલો જાણીએ, અપરા એકાદશી વ્રત અને વૃષભ સંક્રાંતિનો શુભ સમય,

હિન્દુ કેલેન્ડરમુજબ એકાદશી 15 મેના રોજ સવારે 02.46 કલાકથી 16 મેના રોજ સવારે 01.03 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં અપરા એકાદશી વ્રત 15 મે 2023, સોમવારના રોજ રાખવામાં આવ્યું છે. પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે ઉપવાસનો સમય 16 મેના રોજ સવારે 06.41 થી 08.13 સુધીનો રહેશે.

વૃષભ સંક્રાંતિના દિવસે પુણ્યકાળનો સમય સવારે 05.31 થી 11.58 સુધીનો રહેશે. બીજી તરફ, મહા પુણ્યકાલ સવારે 09.42 થી 11.58 સુધી રહેશે. આ દિવસે સવારે 11.58 મિનિટે સૂર્ય ભગવાન મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને 15 જૂન સુધી આ રાશિમાં બિરાજશે. જ્યોતિષની દૃષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

- એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. અભિષેક માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરો.દૂધનો અભિષેક કર્યા પછી પાણીથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને નવા વસ્ત્રો અર્પણ કરો. ભગવાનને ફૂલોથી સુંદર રીતે શણગારો.

- તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરો. ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરો. મંત્રનો જાપ કરો. શિવ પૂજામાં બિલ્વના પાન સાથે શમીના પાન પણ શિવલિંગ પર ચઢાવવા જોઈએ. શમીના પાન શિવ, ગણેશ અને શનિદેવને ચઢાવવામાં આવે છે.

- શિવની પૂજાની સાથે ચંદ્રદેવનો પણ અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવના મસ્તક પર બેઠેલા ચંદ્રદેવ અથવા ચંદ્રની મૂર્તિની પૂજા કરી શકાય છે.

- સ્કંદ પુરાણના વૈષ્ણવ પંથમાં વર્ષની તમામ એકાદશીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત અને તેના ફાયદા વિશે જાણકારી આપી હતી.

Next Story