જુનાગઢ : જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં 108 ગૃહસ્થીઓએ સંસાર ત્યાગી સંન્યાસી જીવન અપનાવ્યું

ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના પાવન સાનિધ્યમાં 108થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તમામ દીક્ષાર્થીઓએ સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી

New Update
  • ગિરનારની તળેટીમાં સર્જાય અનોખી ક્ષણ

  • ભવનાથમાં દીક્ષા મહોત્સવ યોજાયો

  • જગતગુરુ મહેન્દ્રાનંદગીરીના સાનિધ્યમાં યોજાયો ઉત્સવ

  • 108થી વધુ સંસારીઓએ સંસાર જીવનનો કર્યો ત્યાગ

  • દીક્ષા ગ્રહણ કરીને સનાતન ધર્મના પ્રસારની પ્રતિજ્ઞા લીધી  

જૂનાગઢના ગિરનારની તળેટીમાં ચાલી રહેલા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે એક અનોખી અને ઐતિહાસિક ક્ષણ સર્જાય છે. જગતગુરુ મહેન્દ્રાનંદગીરીના સાનિધ્યમાં 108થી વધુ સંસારીઓએ સંસાર જીવનનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે.

જૂનાગઢના ગિરનારની તળેટીમાં શિવરાત્રીના પવિત્ર મહાકુંભ આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિભાવ વચ્ચે જગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના પાવન સાનિધ્યમાં 108થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તમામ દીક્ષાર્થીઓએ સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંસારી પોતાનું રોજિંદું જીવનપરિવાર અને વ્યવસાયિક જવાબદારીઓનો ત્યાગ કરી ધર્મસંસ્કૃતિ અને ગુરુ મંત્રના પ્રસાર માટે જીવન સમર્પિત કરે છે.અત્યાર સુધી જગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના સાનિધ્યમાં 1300થી વધુ સંસારીઓ દીક્ષા લઈ ચૂક્યા છે.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શિવરાત્રી મેળામાં તમામ સાધુ-સંતોની પવિત્ર હાજરીમાં 108થી વધુ દીક્ષાર્થીઓને વૈદિક વિધિથી દીક્ષા આપવામાં આવી હતી. ભક્તિશ્રદ્ધા અને સંકલ્પનો આ દૃશ્ય ઉપસ્થિત ભાવિકો માટે અદ્ભુત અને પ્રેરણાદાયી બન્યો હતો.

Latest Stories