Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા : કુત્રિમ તળાવોમાં 18 ક્રેનની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન...

દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

X

સંસ્કારીનગરી વડોદરા ખાતે આજે અનંત ચૌદશના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા કુત્રિમ તળાવમાં શ્રીજી ભક્તોએ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. શહેરના ઐતિહાસિક નવલખી મેદાન નજીક શ્રીજીની નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ કુત્રિમ તળાવ ખાતે 18 ક્રેન અને 250થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. શ્રીજીના વિસર્જન વેળા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા સહિત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, 5 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી શ્રીજી પ્રતિમાનું સાંજે 6 વાગ્યા પહેલા વિસર્જન કરવામાં આવે તે માટે તમામ ગણેશ મંડળોને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Next Story