Connect Gujarat
Featured

'ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવા તૈયાર': ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ
X

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'અમે ભારત અને ચીન બંનેને જાણ કરી દીધી છે કે ઇગ્ર સરહદ વિવાદને લઇને અમેરિકા મધ્યસ્થી કરવા માટે સક્ષમ અને તૈયાર છે.'

https://twitter.com/realDonaldTrump/status/1265604027678670848

આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચેના તણાવ અંગે નિવેદન જારી કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ અને બંને સેના વચ્ચેની ટકરાર ગંભીર ચિંતાનું કારણ છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના સરહદી વિસ્તારોમાં તણાવના સમાચાર મળ્યા બાદ સૈન્ય પ્રમુખ અને વડા પ્રધાનની બેઠક હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ પછી તાણાવની બાબત સામે આવી.

Next Story