Connect Gujarat
Featured

સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાના એક્ઝિક્યુટિવ આદેશ પર ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાના એક્ઝિક્યુટિવ આદેશ પર ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા
X

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કાયદો કડક કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા કંપનીઓ પર લગામ લગાવવાના ઉદેશ્યથી એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે આદેશ બાદ સરકારી એજન્સીઓએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે શક્તિ મળશે.

આ આદેશના બે દિવસ બાદ જ ટ્વીટર દ્વારા ટ્રમ્પના બે ટ્વીટ્સને "સંભવિત ભ્રામક" ગણાવ્યા છે. વહીવટી હુકમ વ્હાઇટ હાઉસના અધિકાર નિયંત્રણની મર્યાદામાં વધારો કરશે. આદેશ ટ્રમ્પની ટેક કંપનીઓ સાથેની તેમના ઝઘડા વચ્ચે નાટકીય ઘટનાક્રમમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતીની વધતી સમસ્યાને કારણે પણ આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે, અમેરિકન ઇતિહાસમાં ભાષણની સ્વતંત્રતા સામેના સૌથી મોટા ખતરોને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે, આ હુકમ અંગે કેટલીક કાનૂની પડકારો છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, સોશિયલ મીડિયા કંપનીઓ આ હુકમ સામે કોર્ટમાં અપીલ કરી શકે છે. પરંતુ મને લાગે છે કે આપણે ખૂબ જ સારી કામગીરી કરીશું.

તમને જણાવીએ કે, ટ્રમ્પે પહેલાથી જ સંકેત આપી દીધા હતા કે, તેઓ ટ્વીટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કંપની રૂઢિચુસ્ત અવાજોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે આના પહેલાં કડક નિયમો બનાવીશું અથવા તેને અટકાવીશું.

Next Story