દ્વારકા : જગત મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ, જુઓભગવાન દ્વારકાધીશના દર્શન માટે કેવી કરાઇ વ્યવસ્થા..!

New Update
દ્વારકા : જગત મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ, જુઓભગવાન દ્વારકાધીશના દર્શન માટે કેવી કરાઇ વ્યવસ્થા..!

કોરોના મહામારીના કારણે યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર ખાતે આગામી તા. 30 એપ્રિલ સુધી ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જ નિયમિતરૂપે નિત્યક્રમ કરવામાં આવશે.

યાત્રાધામ દ્વારકામાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ દ્વારકાધીશ જગત મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે ભક્તો ઓનલાઈન માધ્યમથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં www.dwarkadhish.org પરથી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. તો સાથે જ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા જ ભગવાનની તમામ સેવાઓ નિત્યક્રમ મુજબ કરવામાં આવશે.

કોરોના મહામારીના પગલે ભક્તોને ઓનલાઈન દર્શન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિર નજીક આવેલ શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, રુક્ષણમી મંદિર, ગોમતીઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર અને સુદામા સેતુ સહિતના અનેક સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં બહારથી આવતા લોકોએ રેપીડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પોતાની સાથે રાખવો આવશ્યક રહેશે તેવું પણ વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Dwarka #Dwarka News #Gujarat News #Dwarka Temple #Dwarka Police
Latest Stories