દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માં ખેડૂતના 1.35 લાખ રૂપિયાની કરાઇ લૂંટ

New Update
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માં ખેડૂતના 1.35 લાખ રૂપિયાની કરાઇ લૂંટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં ચાલુ બેન્કે એક ગઠિયો ખેડૂતની થેલી માંથી લાખો રૂપિયા સેરવી નાસી છૂટયો ખેડૂત દ્વારા પોલીસમથકે ફરિયાદ કરતાં પોલીસ ગઠિયાની શોધખોળ કરી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં દરબારગઢ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ગઠિયો એક ખેડૂતના એકલાખ રૂપિયા સેરવી નાસી છૂટયો હતો. ખેડૂત બેન્ક માં હાજર હતો દરમિયાન ખેડુતની થેલી માં 1.35 લાખ રૂપિયા હતા જે ગઠિયાએ બ્લેડ વડે થેલી કાપી ચોરી લીધા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હાલ ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ કરતાં પોલીસે સમગ્ર જિલ્લા માં નાકાબંધી કરી બેન્ક ના સીસીટીવી કેમેરા ના આધારે ગઠિયા ના સગડ મેળવી રહી છે અને તપાસ નો ધમધમાટ વધાર્યો છે.

Latest Stories