Connect Gujarat
ગુજરાત

દ્વારકાની સગીરાને ભગાડી જનાર આરોપીએ હરિદ્વાર ખાતે કર્યો આપઘાત

દ્વારકાની સગીરાને ભગાડી જનાર આરોપીએ હરિદ્વાર ખાતે કર્યો આપઘાત
X

સગીરાને ભગાડનારને પોલીસ પકડવા જતા યુવકે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ

દ્વારકાની સગીરાને ભગાડી જનાર આરોપીએ હરિદ્વાર ખાતે આપઘાત કર્યો છે. જોકે, મૃતકના પરિવારજનોએ લાસ સ્વીકારવાથી ઇન્કાર કરી દીધો છે.દ્વારકામાથી એક ૨૭ વર્ષીય યુવાન મુરુભા બુધાભા માણેકને એક સગીર મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં હરિદ્વાર ભાગી ગયા બાદ પોલિસ મથકે યુવક વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગે પોલીસ તપાસમાં આ લોકો હરિદ્વાર આશ્રમમાં લોકેશન મળતા દ્વારકા પોલીસ અને સગીરા યુવતીના પરિવાર જનોને લઈ પોલિસ હરિદ્વાર પહોંચી હતી. જ્યાં તેઓ પકડાઈ ગયા બાદ ત્યાંથી ત્રીજા માળેથી યુવાને પોલીસની હાજરીમાં જ નીચે ઝંપલાવતા તેનું મોત થયું હતું.

આ યુવાનનો મૃતદેહ આજ વહેલી સવારે પોલીસ દ્વારા દ્વારકા લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવાર જનોએ મૃતદેહને સ્વીકાર્યો ન હતો. અને દ્વારકા પોલીસ સ્ટેશની બહાર પરીવારજનો સહિત ૫૦૦ જેટલા લોકો એકઠા થયા હતાં.

યુવકની માતા ખીરૂબેન બુધાભા માણેકે દ્વારકા પી.આઇને લેખિક અરજીમાં બે મુસ્લીમ અજાણ્યા શખ્સોની તથા પોલીસની બેદરકારીથી મારા પુત્રએ આત્મહત્યા કરેલ હોય તેઓ તમામ સામે મારી નાખવા માટે મજબુર કર્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કર્યા બાદ પુત્રની લાસ સ્વીકારવાનું જણાવ્યું હતું.તો આ અંગે દ્વારકા પોલીસ દ્વારા બધું કાયદેસર હોવાની વાત જણાવી હતી. અને પરિવારજનોની માંગણી ગેર વ્યાજબી હોવાનું જણાવ્યું હતું. આં અંગે પોલીસ મથક બહાર ૫૦૦ જેટલા વાઘેર સમાજના લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. અને લાસ સ્વીકારવા ઇન્કાર સાથે જવાબદારો સમે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે ટોળુ જમાં થયું હતું.

Next Story