લોકશાહીમાં દરેક મતનું હોય છે મુલ્ય, લુણાવાડાના કસલાલમાં ભાજપના ઉમેદવાર માત્ર બે મતથી જીત્યાં

0

લોકશાહીમાં દરેક મત કિમંતી હોય છે અને એક મતનું કેટલું હોય છે તે લુણાવાડાની કસલાલ બેઠકના ભાજપના ઉમેદવારથી વધારે કોઇને ખબર નહી હોય. આ ઉમેદવાર માત્ર બે મતના તફાવતથી તાલુકા પંચાયતની બેઠક પર વિજયી બન્યાં છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કસલાલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અજય દરજીએ માત્ર 2 મતથી જીત મેળવી છે. મતગણતરી દરમિયાન ભારે રસાકસી જામી હતી અને કોંગ્રેસના ઉમેદવારે રિ-કાઉંટિંગ માગ્યું અને તેમાં અજયભાઈનો માત્ર બે મતના માર્જીનથી વિજય થયો હતો. કવર્ષ 2015ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં અજયભાઈના પત્ની રૂપલબેન દરજી કસલાલ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. તેમની 47 મતે હાર થઈ હતી.

જોકે તે સમયે તેમના પત્ની કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા. અજય ભાઈ હાલ પંચમહાલના સંસદ સભ્ય રતનસિંહના અંગત મદદનીશ તરીકે કામ કરે છે, વર્ષ 2017માં લુણાવાડા બેઠક પર રતનસિંહે અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી, બાદમાં તેઓએ ભાજપને ટેકો આપ્યો હતો અને ભાજપમાં સામેલ થયા હતાં અને તેમની સાથે અજયભાઈ પણ ભાજપમાં જોડાયા. અજય દરજી પાંચ વર્ષ સુધી લુણાવાડા તાલુકાના સાલાવડા ગામે સરપંચ તરીકે પણ રહ્યા છે. 2005માં કોલવણ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી ચુંટણી લડયાં હતાં અને જીત મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here