Connect Gujarat
ગુજરાત

રાજપીપળાઃ શિક્ષણમંત્રીએ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી કરી વરસાદ માટે પૂજા અર્ચના!

રાજપીપળાઃ શિક્ષણમંત્રીએ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી કરી વરસાદ માટે પૂજા અર્ચના!
X

મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડેમમાં પાણીની કટોકટીની સ્થિતિ ઉભી થવા પામી છે

ચોમાસાની સિઝન દરમિયાન મેઘરાજા જાણે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયથી રીસાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ધરતીપુત્રો પણ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડેમમાં પાણીની કટોકટીની સ્થિતિ ઉભી થવા પામી છે.

પાણીની કટોકટોની સ્થિતિને અનુલક્ષીને ૧૧ ઓગસ્ટના રોજ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેવડિયા કોલોની ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી સારા વરસાદ માટે પૂજા, પ્રાર્થના કરી હતી.

મેઘરાજાએ પહેલા રાઉન્ડ દરમિયાન બરાબર મેઘમહેર કરતા ધરતીપુત્રો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે. કેટલાય સમયથી વરસાદ નહી પડતા ધરતીપુત્રો દ્વારા ખેતીની નિંદામણ, દવાનો છંટકાવ કરી ખેતરોને તૈયાર કરી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. તેવા સંજોગોમાં વરસાદ ન વરસવાના કારણે ધરતીપુત્રો ચિતિંત થઈ રહ્યા છે. નર્મદા ડેમમાં પણ પાણી નહીંવત હોવાના કારણે ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડે તેવી મહાદેવને પ્રાર્થના કરી હતી.

નર્મદા ડેમ સંપૂણ રીતે ભરાય જવા સાથે ખેતી પર નભતા ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સિંચાઈ માટે નર્મદા ડેમમાંથી પાણી મળી રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમની સાથે પધારેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રવકતા ભરત પંડયાએ પણ પૂજા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ પટેલ પણ હાજર રહ્યાં હતાં.

Next Story