ગુજરાત યુનિવર્સિટીમાંNSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
ફીમાં વધારો થતાંNSUIના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
કુલપતિની ઓફિસમાં ધસી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા
NSUI કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
કુલપતિના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી
ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં થયેલ રૂ. 5500 સુધીના વધારાના વિરોધમાંNSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસમાં ધસી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળીસાથેઅટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જB.COMથી લઈPHDના કોર્સમાં 1800થી 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. ફી વધારાને લઈનેNSUI દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો, અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.
જો, ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવો અને આગામી દિવસોમાં કુલપતિના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે આજરોજ ફરી એકવારNSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દેNSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં જઈને ધમપછાડા કરી કુલપતિના ચેમ્બરની જાળી તોડી નાખી હતી.NSUIના કાર્યકરોએ કુલપતિ સામે જ તેમની ઓફિસમાં બેસી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક યુનિવર્સિટી ખાતે દોડી આવ્યો હતો, જ્યાં વિરોધ કરી રહેલાNSUIના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.