New Update
ભરૂચમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી
2 શાળાઓને પાઠવવામાં આવી નોટીસ
લોગો વાળી બુકનું કરાતું હતું વેચાણ
શિક્ષણ વિભાગે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરમાં આવેલી બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લાશિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાન આવ્યું હતું.જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી છે.
આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગો વાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા જે બદલ બંને શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી ખુલાશો રજૂ કરવા સૂચના આપી છે.
શિક્ષણ વિભાગે બે શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં પામ્યો છે ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગો વાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી.લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે..
Latest Stories