Connect Gujarat
શિક્ષણ

શું તમે વિદેશમાં ભણવા જવા ઈચ્છુક છો.! તો પહેલા કરી લો આ તૈયારી

એક-બે વર્ષમાં વિદેશ જવા માટેનું વિચારી રહ્યા છો, તો આ માટે શેની જરૂરિયાત રહેશે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

શું તમે વિદેશમાં ભણવા જવા ઈચ્છુક છો.! તો પહેલા કરી લો આ તૈયારી
X

દેશમાં અનેક માતા પીતાનું સપનું હોય છે કે તેઓ પોતાના બાળકને વિદેશમાં ભણવા મોકલે. ઘણીવાર વિદેશમાં ભણવા મોકલવા માટેની યોગ્ય જાણકારીના અભાવને કારણે તેઓ તૈયારીઓ કરી શકતા નથી. આ માટેની તૈયારીઓની શરૂઆત પહેલેથી જ કરવી પડે છે. જો તમે એક-બે વર્ષમાં વિદેશ જવા માટેનું વિચારી રહ્યા છો, તો આ માટે શેની જરૂરિયાત રહેશે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

વિદેશ ભણવા જતા પહેલા તેની યોજના બનાવવી જોઈએ. યોજના બનાવવાથી વિદેશ જવાની તૈયારી સારી રીતે થઈ શકે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં આવ્યા બાદ આ અંગે વિચારણા કરે છે. તમારું બાળક ઘોરણ 9માં ભણતુ હોય, ત્યારે જ તમને જાણ કરી દે કે તે ભણવા માટે વિદેશ જવા ઈચ્છે છે, તો તમને તેના ભવિષ્ય માટેની તૈયારી કરવામાં સરળતા રહે છે.

વિદેશમાં કોઈ વ્યક્તિ ભણતું હોય અથવા વિદેશમાંથી ભણીને આવ્યું હોય, તો તમને તેની પાસેથી તમામ બાબતની જાણકારી મળી રહે છે. કાઉન્સેલિંગ સેશનમાં તમને કોર્સ, કોલેજ, એપ્લિકેશન, પ્રોસેસ, બેસ્ટ ઓપ્શન, વીઝા સંબંધિત તમામ જાણકારી, ડિપાર્ચર પહેલાના વર્કશોપ અને ફાઈનલ ડિપાર્ચર તથા અન્ય બાબતોની જાણકારી મળી રહે છે. આ તમામ જાણકારી મેળવવામાં 8થી 10 મહિનાનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન બાળક સરળતાથી તૈયારીઓ કરી શકે છે. કાઉન્સિલર બાળકને કોઈ ખાસ કોર્સ અને કોઈ સ્પેશિયલ યુનિવર્સિટી તરફ આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. આ કારણોસર કાઉન્સેલિંગ પહેલા તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ. હંમેશા કાઉન્સિલરની વાત ન સાંભળવી જોઈએ.

યુનિવર્સિટીમાં સતત નવા કોર્સ લોન્ચ કરવામાં આવે છે. દરેક જગ્યાએ આ નવા કોર્સ ઉપલબ્ધ નથી હોતા. જો તમે કોઈ પર્ટીક્યુલર કોર્સ કરવામાં રસ ધરાવો છો, તો તે માટે પહેલેથી જ સંપર્ક કરી લેવો જોઈએ. પહેલેથી કોર્સની પસંદગી કરવાથી તમારો સમય બચી શકે છે.

એકવાર કોર્સની પસંદગી કર્યા બાદ, તમે જે દેશમાં ભણવા જવા ઈચ્છો છો તો તે દેશની પસંદગી કરો. દરેક દેશમાં કોર્સ માટેની અરજી કરવા માટેના નિયમો અલગ અલગ હોય છે. કેટલાક દેશોમાં એકથી વધુ કોલેજ માટે એક જ અરજી કરવાની રહે છે. જ્યારે કેટલાક દેશોમાં એકથી વધુ કોલેજ માટે અલગ અલગ અરજી કરવાની રહે છે. આ પરિસ્થિતિ વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક પડકારોનો પણ સામનો કરવો પડે છે. દરેક દેશમાં ભણ્યા બાદ કામ કરવા માટેના વિઝા મળતા નથી.

તમે તમારા બજેટ અને યુનિવર્સિટીની રેપ્યુટેશન અનુસાર કોલેજ અને કોર્સની પસંદગી કરી શકો છો. તમે તે કોલેજની ફેકલ્ટી અને પ્લેસમેન્ટ રેકોર્ડ પણ ચેક કરી શકો છો. આ માટે 5-10 કોલેજનું એક લિસ્ટ તૈયાર કરી લો અને ત્યારબાદ સમજી વિચારીને એક કોલેજની પસંદગી કરો.

યોજના બનાવી લીધા બાદ ફંડની સમસ્યા ન થવી જોઈએ. જો તમારા બાળકે વિદેશ જવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે, તો પહેલેથી ખર્ચ અંગેનું બજેટ બનાવી લો.

દેશ અનુસાર કોર્સની ફી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, અમેરિકામાં ભણવા માટે વાર્ષિક 25થી 30 લાખનો ખર્ચ થઈ શકે છે. અન્ય દેશોમાં 25થી 30 લાખ કરતા ઓછો ખર્ચ થાય છે.

Next Story