Connect Gujarat
શિક્ષણ

ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 2.98 લાખ વિદ્યાર્થીમાંથી માત્ર 30 હજાર જ પાસ થયા

ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 2.98 લાખ વિદ્યાર્થીમાંથી માત્ર 30 હજાર જ પાસ થયા
X

23 ઓગસ્ટ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે.

ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ આવ્યું છે. ધોરણ 10માં 95 હજાર 696 વિદ્યાર્થિની અને 2 લાખ 3 હજાર 121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 12 હજાર 201 વિદ્યાર્થિની અને 17 હજાર 811 વિદ્યાર્થી પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થિનીઓ, જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે, એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે.191 ઉમેદવારને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.

Next Story