Connect Gujarat
શિક્ષણ

JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે, શિક્ષણ મંત્રીએ જાહેર કરી તારીખ

JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે, શિક્ષણ મંત્રીએ જાહેર કરી તારીખ
X

આઇઆઇટી (IIT)માં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષા 3 ઓક્ટોબરે યોજાશે. પરીક્ષાનું આયોજન કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને થશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ જેઇઇ મેનના ત્રીજા ચરણમાં પરીક્ષા નહીં આપી શકનારા અભ્યર્થીઓ માટે પણ અગત્યની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પૂર અને ભારે વરસાદને કારણે જેઇઇ મેન 2021ના ત્રીજા ચરણની પરીક્ષા ન આપી શકનારા અભ્યર્થીઓને પરીક્ષા આપવાની તક પ્રદાન કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ એવા સ્ટુડન્ટ્સને પરીક્ષામાં સામેલ થવાની વધુ એક તક આપશે. તેમણે જણાવ્યું કે તેમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના એવા સ્ટુડન્ટ્સ સામેલ હશે જે 25 અને 27 જુલાઈની પરીક્ષા આપી નહોતા શક્યા. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખદલના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ 20 અને 220 જુલાઈએ યોજાયેલી JEE Main 2021ના ત્રીજા ચરણની પરીક્ષા નહોતા આપી શક્યા.

નોંધનીય છે કે, JEE Main 2021ની એપ્રિલમાં યોજાનારી ત્રીજા ચરણની પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે. ત્રીજા ચરણમાં ત્રણ દિવસ 20, 22 અને 25 જુલાઈએ પરીક્ષા થઈ ચૂકી છે. આજે 27 જુલાઈએ પરીક્ષા યોજાશે. જેઇઇ મેનના ચોથા ચરણની પરીક્ષા ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં આયોજિત કરવામાં આવશે.

Next Story