Connect Gujarat
શિક્ષણ

OMG ! રાજસ્થાનમાં પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીએ ખરીદ્યા રૂ.6 લાખના ચપ્પલ,વાંચો ચપ્પલમાં શું હતું !

OMG ! રાજસ્થાનમાં પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીએ ખરીદ્યા રૂ.6 લાખના ચપ્પલ,વાંચો ચપ્પલમાં શું હતું !
X

આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અનેક નવી તરકીબો શાધી કાઢે છે, જેને જોઇને આપણે એક ક્ષણ માટે વિચારીમાં પડી જઈએ છીએ.તેવામાં પરીક્ષામાં ચોરીનો એક આવો જ ચકચારી કેસ રાજસ્થાનમાં સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર બ્લૂટૂથ ચપ્પલ વેચવાના કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગત રવિવારે રાજસ્થાનમાં ટીચર્સ એલિજીબિલિટી પરીક્ષા લેવામાં આવી હતી, અજમેર સેન્ટર પર વિદ્યાર્થીની હરકતો જોઇને પોલીસ શંકા થઇ અને હાઇટેક ચોરીનો આ મામલો સામે આવ્યો. રાજસ્થાન પોલીસે એક મહિલા સહિત 5ની ધરપકડ કરી છે. અજમેરની આચાર્ય શ્રી ધરમ સાગર દિગંબર જૈન સેકડંરી મીડિયમ સ્કૂલ સેન્ટર પર REETની પરીક્ષા યોજાઇ હતી.

જ્યાં 28 વર્ષીય ગણેશ રામ ઢાકા બ્લૂટૂથ ચપ્પલ પહેરીને પરીક્ષા આપવા આવ્યો હતો. પોલીસે તેને પૂછપરછ કરી અને જાણવા મળ્યુ કે, ચપ્પલમાં ફોન અને બ્લૂટૂથ છે.પોલીસ અધિકારી રતનલાલ ભાર્ગવે જણાવ્યું કે, "આ ચપ્પલ એવા છે કે તેની અંદર ફોન અને બ્લૂટૂથ ડિવાઇસ છે. પરીક્ષાર્થીના કાનમાં એક ડિવાઇસ હતું અને કોઇ તેની બહારથી મદદ કરી રહ્યું હતું." બિકાનેર પોલીસે તમામની ઓળખ કરી લીધી છે, મદનલાલ, ત્રિલોકચંદ, ઓમપ્રકાશ, ગોપાલ કૃષ્ણ અને કિરણ. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.REETની પરીક્ષામાં ચીટિંગ રોકવા માટે રાજસ્થાનમાં 12 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.31,000 સરકારી સ્કૂલોની પોસ્ટ માટે 16 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ચોરી કરાવવા માટે આ એક ચપ્પલ 6 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. ડિવાઇસ લગાવેલી આ ચપ્પલ 25 લોકોને વેચવાની વાત સામે આવી છે. પોલીસે આ ચપ્પલ સહિત ઘણા મોબાઇલ અને સિમ પણ જપ્ત કર્યા છે.

Next Story