ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે મુસાફરોની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ST વિભાગ 488 સ્પેશિયલ અને 2000 જેટલી એકસ્ટ્રા બસ દોડાવશે. હાલ 10 હજારથી વધુ ટિકિટ પણ બુક થઈ ગઈ છે. જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને 7 વિવિધ શહેરોમાં અવરજવર માટે ટ્રેનો મુકવામાં આવી છે. આ અંગે ગુજરાત વાહન વ્યવહાર નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મે મહિનામાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી 7મેના રોજ જે તલાટીની પરીક્ષા યોજવાની છે. તેના માટે 4,500 બસની વ્યવસ્થા કરી છે. જેમાં અત્યાર સુધીમાં 488 જેટલી સ્પેશિયલ બસ તલાટી માટે મૂકવામાં આવી છે. જેમાં આજના દિવસ સુધીમાં 10,416 જેટલી ટિકિટો ઓનલાઇન બુક થઈ ગઈ છે. આ ઉપરાંત 2,867 એક્સપ્રેસ બસમાં રિઝર્વેશન ચાલુ છે. જેમાં ઉમેદવાર રિઝર્વેશન કરાવી અને મુસાફરી કરી શકે છે.
તલાટીની પરીક્ષા માટે તંત્ર સજ્જ, ST વિભાગ 488 સ્પેશિયલ, 2000 એકસ્ટ્રા બસ દોડાવશે, પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે.
New Update
Latest Stories