Connect Gujarat
મનોરંજન 

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 4 ફિલ્મો ચમકી, ફિલ્મ ‘છેલ્લો શો’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ....

નવી દિલ્હીમાં ગુરુવાર સાંજે 2021 માટે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓનું એલાન કરાયું.

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 4 ફિલ્મો ચમકી, ફિલ્મ ‘છેલ્લો શો’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ....
X

નવી દિલ્હીમાં ગુરુવાર સાંજે 2021 માટે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓનું એલાન કરાયું. આ વખતે નેશનલ એવોર્ડ્સમાં એસ.એસ. રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ગંગૂબાઈ કાઠિયાવાડી અને શૂજીત સરકારની સરદાર ઉધમસિંહ છવાયેલી રહી. આ સિવાય અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાનો પણ જલવો જોવા મળ્યો છે. તો નેશનલ એવોર્ડમાં ગુજરાતી સિનેમાને પણ 5 એવોર્ડ મળ્યા છે. ફીચર ફિલ્મની 31 કેટેગરી, નોન ફીચર ફિલ્મની 24 કેટેગરી અને બેસ્ટ રાઈડિંગની ત્રણ કેટેગરીમાં જ્યૂરીએ એવોર્ડ્સનું એલાન કર્યું છે. કેટલાક મોટા ડાયરેક્ટરો અને કલાકારોને આ વખતે પણ એવોર્ડ મળવાની આશા હતી. કેટલાક કલાકારોની આશા પૂર્ણ થઈ ગઈ, જ્યારે કેટલાક લોકોનું નામ ન આવ્યું.

1. બેસ્ટ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો

પ્રોડ્યુસર જુગાડ મોશન પિક્ચરના બેનર અને પાન નલિનના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ 'છેલ્લો શો' (ધ લાસ્ટ શો) કે જે ઓસ્કાર સુધી ભારતની અધિકૃત એન્ટ્રી તરીકે પહોંચી હતી. તેને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. આ માટે તેને રજત કમલ અને 1 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.

2. બેસ્ટ ચિલ્ડ્રન આર્ટિસ્ટ - ભાવિન રબારી

તો બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ 'ભાવિન રબારી'ને મળ્યો હતો. જેને રજત કમલ અને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. ભાવિન રબારીએ 'છેલ્લો શો' ફિલ્મમાં મુખ્ય રોલ ભજવ્યો હતો.

3. બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - ગાંધી એન્ડ કંપની

'ગાંધી એન્ડ કંપની'ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જેને સ્વર્ણ કમળ અને 1 લાખ 50 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.

4. બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ - દાળ ભાત

બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મનો પુરસ્કાર નેમિલ શાહના ડાયરેક્શનમાં બનેલી ગુજરાતી શોર્ટ ફિલ્મ 'દાળ-ભાત'ને અપાયો છે.

5. બેસ્ટ ડેબ્યૂ નોન-ફિચર ફિલ્મ - પાંચીકા

આ સિવાય બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઑફ અ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ પંચિકાને અપાયો છે. મહત્વનું છે કે, 'પાંચીકા' સાત વર્ષની મિરીની વાર્તા છે જે ભાણું પહોંચાડવા રણ પાર કરી મીઠાના અગર છે ત્યાં જઈ રહી છે. તેની પાછળ સુબા પણ જઈ રહી છે. સુબા અછૂત ગણાતી જાતીની છે અને તેમને એકબીજા સાથે રમવાની છૂટ નથી. આગળ જતાં તેમની દોસ્તી જ વાર્તામાં સમાજનાં એક પછી એક પાંચીકા ઉછાળતી જાય છે.

Next Story