દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે. મળતી જાણકારી મુજબ સતીશ કૌશિક જે હોળી પાર્ટીમાં ગયા હતા ત્યાં એમને કેટલાક વાંધાજનક દવાઓના પેકેટ મળી આવ્યા છે અને હવે પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. આ પછી પોલીસ સતીશ કૌશિકના વિગતવાર પોસ્ટ મોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે હોળી પાર્ટીમાં આવેલ મહેમાનોની લિસ્ટ પણ તૈયાર કરી છે. અને સાથે જ ધીરે ધીરે પોલીસ દરેક લોકો સાથે પૂછપરછ પણ કરવા માંગે છે. મહત્વનું છે કે પોલીસ એ ઉદ્યોગપતિ સાથે પણ પૂછપરછ કરવા માંગે છે જે સતીશ કૌશિકના મૃત્યુ પછી ફરાર છે. આ સાથે જ હાલ પોલીસ દ્વારા તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ફાર્મ હાઉસમાંથી મળી આવેલી વાંધાજનક દવાઓના પેકેટ કોના માટે અને શા માટે લાવ્યા હતા? અને શું તેને સતીશ કૌશિશ સાથે કોઈ સંબંધ હતો?
સતિશ કૌશિકના નિધન મામલે થયો મોટો ખુલાસો: પોલીસને મળી શંકાસ્પદ દવાઓ, ફાર્મ હાઉસનો માલિક થયો ફરાર.!
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.
New Update
Latest Stories