/connect-gujarat/media/post_banners/2bc7df05b8bd009f085cca30adc7d20a21533eba6800fa100516232fa9bd699d.webp)
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક 55 વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં ગંભીર ઈજાનોને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૂળ જામનગરના નીતાબેન ભગવાનજી વડગામા પોતાના કામ અર્થે બહાર નીકળી નેશનલ હાઇવે નંબર 48 ઓળંગતી વખતે કોઈ પણ અજાણ્યા વાહનની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નીતાબેન રોડ પર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.