Connect Gujarat
મનોરંજન 

અનિલ કપૂરની બીજી દીકરી રિયાના લગ્નનું રિસેપ્સન યોજાયું, જુઓ કોણ કોણ રહ્યું હાજર

અનિલ કપૂરની બીજી દીકરી રિયાના લગ્નનું રિસેપ્સન યોજાયું, જુઓ કોણ કોણ રહ્યું હાજર
X

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરના લગ્ન 14 ઓગસ્ટના રોજ કરન બુલાની સાથે યોજાયા હતા. આ લગ્ન અનિલ કપૂરના ઘરમાં જ થયા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

લગ્નના બે દિવસ બાદ એટલે કે 16 ઓગસ્ટના રોજ અનિલ કપૂરે દીકરીની રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટી પણ અનિલ કપૂરના જુહૂ સ્થિત બંગલામાં યોજાઈ હતી. કોરોનાને કારણે અનિલ કપૂરે રિસેપ્શનમાં પણ પરિવારના સભ્યો તથા નિકટના ખાસ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડના અન્ય કોઈ સ્ટાર્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા નહોતા.

વેડિંગ રિસેપ્શનમાં બોની કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, મોહિત મારવાહ, કુનાલ રાવલ, ફરાહ ખાન, પૂજા ઢીંગરા સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. જાહન્વી બહેનના લગ્નમાં હાજર રહી શકી નહોતી, તે વેડિંગ પાર્ટીમાં જોવા મળી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી.

Next Story