ફિલ્મસ્ટાર ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ચાહકોનો માન્યો ભાર

બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

a
New Update

બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે.

બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર ગોવિંદ મંગળવારની વહેલી સવારે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વેળાએ મિસ ફાયર થતા પગમાં ગોળી વાગી હતી,અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો,જ્યાં ડોક્ટર દ્વારા ઓપરેશન કરીને ગોળી કાઢવામાં આવી હતી,ત્રણ દિવસની તબીબી સારવાર બાદ ગોવિંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી,અને હાલમાં સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા માટે ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગોવિંદાએ દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો,અને જેમણે તેમનો પ્રેમ,પ્રાર્થના અને સમર્થન આપ્યું છે તેમના પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો.

#CGNews #injured #Bollywood Actor #Actor Govinda #revolver #discharge #Govinda
Here are a few more articles:
Read the Next Article