Connect Gujarat
મનોરંજન 

ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપ કરતા આગળ નીકળી સાયલી કાંબલે, ફાઇનલના બીજા જ દિવસે કર્યું કંઈક આવું

ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપ કરતા આગળ નીકળી સાયલી કાંબલે, ફાઇનલના બીજા જ દિવસે કર્યું કંઈક આવું
X

ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' ની ફાઇનલિસ્ટ સાયલી કાંબલેનું સ્વપ્ન સાકાર થયું છે. ઇન્ડિયન આઇડલ 12ના ગ્રાન્ડ ફિનાલેના બીજા જ દિવસે સાયલીને ફિલ્મ માટે પ્લેબેક સિંગિંગ કરવાની ઓફર મળી હતી. સાયલી જોઈ રાજનની ફિલ્મ કોલ્હાપુર ડાયરીઝથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, તેણે ગીત પણ રેકોર્ડ કરી દીધું છે.

મરાઠી ફિલ્મ માટે મળેલી તકથી ખુબ જ ખુશ થયેલી સાયલી કહે છે કે, ઇન્ડિયન આઇડલમાં ભાગ લેતી વખતે હું ઇચ્છતી હતી કે, લોકો મારી ગાયકી પસંદ કરે અને ફિલ્મ ઉદ્યોગમાં મારી કારકિર્દી શરૂ થાય. હું ખૂબ નસીબદાર છું. ગ્રાન્ડ ફિનાલે પૂરું થવાના બીજા જ દિવસે જોઈ રાજન સરે તેમની ફિલ્મ 'કોલ્હાપુર ડાયરીઝ'માં ગાવાની તક આપી હતી. મને આ તક આપવા બદલ હું જોઈ રાજન સર અને સંગીતકાર અવધૂત ગુપ્તેનો આભાર માનું છું.

સાયલીની પ્રતિભા અંગે ફિલ્મ નિર્માતા જોઈ રાજન કહે છે કે, સાયલી કાંબલે ખૂબ જ પ્રતિભાશાળી સિંગર છે. મેં ઇન્ડિયન આઈડલમાં તેમને જોયા હતા અને હું તેમના અવાજનો ફેન થઈ ગયો હતો. સાયલીએ તેના ટેલેન્ટ અને અવાજથી કરોડો લોકોનું દિલ જીત્યું છે અને મને આશા છે કે, લોકોને તેમનું આ ગીત પણ ગમશે. તેઓ સૂરીલી અને સફળ સિંગર પુરવાર થશે.

નોંધનીય છે કે, સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડોલની 12મી સિઝનનો ફિનાલે 15 ઓગસ્ટના દિવસે હતો. જેમાં પવનદીપ રાજને અન્ય સ્પર્ધકોને હરાવીને સિઝન જીતી હતી. આ શોમાં ભારતની પુત્રીના નામે જાણીતી થયેલી સાયલી ત્રીજા ક્રમે રહી હતી. સમગ્ર સિઝનમાં અરુણિતા, દાનિશ, સન્મુખ અને પવનદીપને ઘણા સંગીતકારો દ્વારા ગાવાની તક આપવામાં આવી હતી, પરંતુ સાયલીને તક મળી નહોતી. જોકે, સાયલીને જોઈ રાજનની ફિલ્મ કોલ્હાપુર ડાયરીઝમાં ગાવાની તક મળી છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ અંગામૈલી ડાયરીઝની રિમેક છે.

Next Story