કચ્છ : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બે આરોપી ભુજમાંથી ઝડપાયા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

New Update
કચ્છ : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બે આરોપી ભુજમાંથી ઝડપાયા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સોમવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મસીહીના 24 વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, રવિવારે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ગુજરાતના ભુજ જિલ્લામાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે અને આરોપીઓને મુંબઈ લઈ જવામાં આવ્યા છે

Latest Stories