મલયાલમ અભિનેતા કન્નન પટ્ટામ્બીનું 62 વર્ષની વયે અવસાન, કિડની સંબંધિત બીમારીની ચાલતી હતી સારવાર..!

મલયાલમ અભિનેતા અને પ્રખ્યાત પ્રોડક્શન કંટ્રોલર કન્નન પટ્ટામ્બીનું ગત રવિવારે રાત્રે કિડની સંબંધિત બીમારીની સારવાર દરમિયાન 62 વર્ષના વયે અવસાન થયું હતું.

New Update
padmibi

મલયાલમ અભિનેતા અને પ્રખ્યાત પ્રોડક્શન કંટ્રોલર કન્નન પટ્ટામ્બીનું ગત રવિવારે રાત્રે કિડની સંબંધિત બીમારીની સારવાર દરમિયાન 62 વર્ષના વયે અવસાન થયું હતું.

જોકેતેમના મોટા ભાઈફિલ્મ નિર્માતા મેજર રવિએ મલયાલમ અભિનેતા અને પ્રખ્યાત પ્રોડક્શન કંટ્રોલર કન્નન પટ્ટામ્બીના અવસાનની પુષ્ટિ કરી હતી. અભિનેતાએ ગત રવિવારની રાત્રે લગભગ 11:40 વાગ્યે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે 4 વાગ્યે પટ્ટામ્બીના ઘરે નજાંગન્થિરી ખાતે કરવામાં આવ્યા હતા. મેજર રવિએ મલયાલમ ભાષામાં એક પોસ્ટમાં ફેસબુક પર દુઃખદ સમાચાર શેર કર્યા હતા. પટ્ટામ્બીના ફોટા સાથેતેમણે અનુયાયીઓને તેમના મૃત્યુના સમય અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા વિશે માહિતી આપીઅને તેમના નાના ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.