Connect Gujarat
મનોરંજન 

મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાનને CISFના જવાને સિક્યુરિટી ચેકિંગ માટે રોક્યો તો થઈ કાર્યવાહી !

મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાનને CISFના જવાને સિક્યુરિટી ચેકિંગ માટે રોક્યો તો થઈ કાર્યવાહી !
X

સલમાન ખાન જ્યારે ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે CISFના જવાને તેને રોક્યો હતો. જવાનનું નામ સોમનાથ મોહંતી છે. હવે મોહંતી માટે મોટી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે કારણકે CISF તેના પર કાર્યવાહી કરવા જઇ રહી છે મહત્વનું છે કે જ્યારે પણ કોઇ સેલિબ્રિટી ટ્રાવેલ કરે છે ત્યારે તેની સાથે ટીમ પણ ટ્રાવેલ કરે છે અને ડૉક્યુમેન્ટ્સ ચેક કરાવવાનું કામ ટીમ જ કરે છે જેથી સ્ટાર્સ કોઇ પણ પ્રકારની રોકટોક વગર એન્ટ્રી કરી શકે.

સલમાન ખાનને આ રીતે એન્ટ્રી મળી નહોતી. એરપોર્ટ પર જે ફોટોગ્રાફર્સ હતા તેમના કેમેરામાં આ ઘટના કેદ થઇ ગઇ હતી અને સોમનાથનો આ વીડિયો ઘણો વાયરલ થયો છે. તેમાં મોહંતી ફોટોગ્રાફર્સને પાછળ જવા માટે પણ કહી રહ્યો છે. સલમાન ખાન જ્યારે ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે પેપરાઝી અને ત્યાં રહેલા લોકોએ સ્ટારને ઘેરી લીધો હતો. જે બાદ સલમાન પોતાની સિક્યોરીટી સાથે અંદર જવા લાગ્યો હતો.

વીડિયો જોઇને તમને એવું લાગશે કે CISFના અધિકારીને સલમાનના સ્ટારડમથી કોઇ ફરક પડ્યો નહોતો. તેણે સલમાનની સિક્યોરિટી ચેક વગર અંદર ન જવા દીધો. જે બાદ સલમાન ત્યાં ઉભો રહ્યો અને ચેકિંગ પત્યા બાદ અંદર ગયો હતો. આ વીડિયો જોત જોતામાં વાયરલ થઇ ગયો હતો અને લોકો અધિકારીની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, સારુ લાગ્યું જ્યારે અધિકારીએ અંદર જવાથી રોકી લીધો. અન્ય એક યુઝરે લખ્યું કે, CISFના યુનિફોર્મની તાકાત. તમને જણાવી દઇએ કે, ટાઇગર 3 સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન અને કેટરીના પોતપોતાના દેશ માટે ગુપ્ત એજન્ટનું કામ કરી રહ્યાં છે.

સિરીઝની પહેલી ફિલ્મ એક થા ટાઇગર હતી અને બીજી ફિલ્મ ટાઇગર ઝીંદા હે હતી. હવે લોકો ટાઇગર 3ની રાહ જોઇ રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર CISF દ્વારા મોહંતીના ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો છે. કારણકે તેણે સલમાનવાળા મુદ્દા પર મિડીયા સાથે વાત કરી હતી. આ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. તેમનો ફોન એટલા માટે જપ્ત કરી લેવામાં આવ્યો છે જેથી તે મીડિયા સાથે વાત ન કરી શકે.

Next Story