ટાઈગરને પણ નડ્યો કોરોના : ટાઈગર-3નું શૂટિંગ મોકૂફ, સલમાન-કેટરીના આવવાના હતા દિલ્હી...

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ આગામી દિવસોમાં 'ટાઈગર-3'ના શૂટિંગ માટે દિલ્હી આવવાના હતા

New Update

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ આગામી દિવસોમાં 'ટાઈગર-3'ના શૂટિંગ માટે દિલ્હી આવવાના હતા, પરંતુ દેશભરમાં ફેલાયેલા કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કારણે યશ રાજ ફિલ્મ્સે શૂટિંગ શિડ્યુલ થોડા સમય માટે સ્થગિત કરી દીધું છે.

Advertisment

અગાઉ એવી ખબર આવી હતી કે, સલમાન ટાઈગર-3નું શૂટિંગ મોકૂફ રાખવા માંગતો નથી. તેથી તેણે પ્રોડક્શન હાઉસને સેટ પર કોવિડના કડક નિયમો લાગુ કરવાની અપીલ કરી હતી. તાજેતરમાં, જ્યારે સલમાન રશિયામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેનો લુક સેટ પરથી લીક થયો હતો. ફિલ્મ 'ટાઈગર-3'ના દિગ્દર્શક મનીષ શર્માનો ફિલ્મ પ્રત્યે શરૂઆતથી જ અલગ અભિગમ હતો. આ ફિલ્મમાં ટાઇગર અને ઝોયાની સફર અને મિશન માટે ઑસ્ટ્રિયા પરફેક્ટ બેકડ્રોપ છે. જોકે, ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાત ખૂબ જ ગોપનીય રાખવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સે તેની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવા પર જે મેગા ફિલ્મ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે, તેમાં 'ટાઈગર-3' ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરિના કૈફ જોવા મળશે. ઉપરાંત ઈમરાન હાશ્મી પણ નેગેટિવ રોલમાં છે. ફિલ્મમાં શાહરૂખના કેમિયોની પણ ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટાઈગર-3 યશ રાજ બેનરની પઠાણની રિલીઝના 3-4 મહિના બાદ રિલીઝ થશે. જોકે, બન્ને ફિલ્મોનું હજુ ઘણું શૂટિંગ બાકી છે. આ અગાઉ કબીર ખાન અને અલી અબ્બાસ ઝફરે આ ફ્રેન્ચાઈઝીની 2 ફિલ્મો ડિરેક્ટ કરી છે. આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી ચૂકી છે.

Advertisment
Latest Stories