Connect Gujarat
મનોરંજન 

સુપર ડાન્સર-4 : પતિના વિવાદોમાં ફસાતા શિલ્પા શેટ્ટીએ શોને અલવિદા કહ્યું

હવે કરિશ્મા કપૂર જજનું પદ સંભાળશે.

સુપર ડાન્સર-4 : પતિના વિવાદોમાં ફસાતા શિલ્પા શેટ્ટીએ શોને અલવિદા કહ્યું
X

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને હાલમાં જ મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કર્યા બાદ શિલ્પાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સુપર ડાન્સર-4 શોને અલવિદા કહી દીધું છે.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને હાલમાં જ મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી છે. જેના કારણે શિલ્પાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિલ્પાએ તેના પતિના વિવાદોમાં ફસાઈ ગયા પછી સુપર ડાન્સર-4 શોને અલવિદા કહી દીધું છે. શિલ્પાની જગ્યાએ હવે 90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરે જજની ખુરશી સંભાળી લીધી છે. શો સંબંધિત કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કરિશ્મા કપૂર સેટ પર જોવા મળી રહી છે.

અહેવાલો અનુસાર પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરતાં જ મોટો નિર્ણય લીધા બાદ શિલ્પાએ 'સુપર ડાન્સર ચેપ્ટર 4'નું શૂટિંગ મધ્યમાં જ રદ કર્યું હતું. આ સાથે જ શોના નિર્માતાઓએ પણ જાણકારી આપી છે કે શિલ્પા હવે અંગત કારણોસર શોમાં દેખાશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, કરિશ્મા કપૂર શિલ્પાને બદલે શોમાં જજની ખુરશી સંભાળશે. તેમના સેટ પરથી કેટલીક તસવીરો પણ બહાર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે શિલ્પાના પતિ રાજ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પર પોર્ન મૂવી બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે.

Next Story