/connect-gujarat/media/post_banners/2f95f16daf069fecba23827aa8636c271f9bba9c4a2630e74f435b0a9da95144.webp)
કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્ર પર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. સ્પંદનાનું બેંગકોકની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે વિજય રાઘવેન્દ્રની પત્ની પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી. વિજય રાઘવેન્દ્રનો પત્ની રજાઓ માણવા બેંગકોક ગઈ હતી અને શોપિંગ કરીને તેના રૂમમાં પરત ફરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. 41 વર્ષીય સ્પંદના રાઘવેન્દ્રને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો તેની માહિતી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર ઓછું હતું, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વિજય રાઘવેન્દ્રની પત્નીના પાર્થિવ દેહને 8 ઓગસ્ટે બેંગલુરુ લાવવામાં આવી શકે છે. બેંગકોકમાં તેમના મૃત્યુને કારણે તેમના પાર્થિવ દેહને આવવામાં સમય લાગી રહ્યો છે પણ તેમનું પાર્થિવ શરીર આવતીકાલે એટલે કે મંગળવારે બેંગલુરુ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદના ફેમિલી વેકેશન પર બેંગકોક ગઈ હતી. આકસ્મિક મૃત્યુથી અભિનેત્રીનો પરિવાર શોકમાં છે.